જામનગર જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે તા.ર૪/૪/૦૧૧ થી તા.૧/પ/૦૧૧ સુધી સમસ્ત ગામ આયોજીત ગામના પિતાૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન સમસ્ત ગામ દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ ગોરાણા ગામમાં નવર્નિિમત થયેલ મેર સમાજની વાડીએ યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કથાનો સમય દરરોજ સવારના ૯થી ૧ર અને બપોરના ૩થી૬ સુધી રહેશે વ્યાસપીઠ સ્થાને રાજુભાઇ બી જોશી (પોરબંદરવાળા) બિરાજી પોતાની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે જેનો લાભ લેવા સર્વે ધર્મપ્રેમી જાહેર જનતા અને જ્ઞાતિજનને સમસ્ત ગોરાણા ગામ તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *